New Update
/connect-gujarat/media/media_files/2025/09/11/dietrich-engineering-pvt-ltd-2025-09-11-16-41-32.jpg)
અંકલેશ્વર જી.આઈ.ડી.સી માં આવેલ અને ફાર્મા મશીનરી બનાવતી ડેક ઇન્ડિયા કંપનીમાં લાખો રૂપિયાની ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.આ અંગે કંપનીના એચ.આર.આસિફ શેખે જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યા અનુસાર કંપનીમાં મટીરિયલ્સની યુનીટમાં રાત્રી ગાર્ડ તરીકે નોકરી કરનાર માર્કન્ડેય અવધેશ મોર્યાએ અન્ય 3 ઈસમો સાથે મળી ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો.
સિક્યુરિટી ગાર્ડે પ્રોડકશન એરિયાના શટરનું લોક ખોલી અંદરથી મશીનરીનો રૂ.6.51 લાખના સામાનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.કંપનીમાં સિક્યુરિટી ગાર્ડે જ ચોરીના ગુનાને અંજામ આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે.આ અંગે જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories