New Update
ભરૂચના જંબુસરના મહાપુરા ગામનો બનાવ
રેલવેની કામગીરીના કારણે પરેશાની
કાદવ કીચડનું સામ્રાજ્ય
વાહનચાલકોને અવરજવારમાં મુશ્કેલી
ભરૂચના જંબુસર તાલુકાના મહાપુરા ગામે રેલવે વિભાગની કામગીરીના કારણે ગ્રામજનોએ ચોમાસાના સમયમાં ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ભરૂચના જંબુસર તાલુકાના મહાપુરા ગામના મુખ્ય માર્ગ પર હાલ રેલવેની કામગીરીના કારણે ભારે હાલાકી સર્જાઈ રહી છે. રેલવે ટ્રેક પાસેના માર્ગ પર ડાયવર્ઝન મુકાયું છે તે પણ કાચો અને ખાડાવાળો હોવાથી ગ્રામજનો માટે ખતરનાક બની રહ્યો છે.રેલવે કોન્ટ્રાક્ટરે માટી ભરાવનું કામ તો આરંભ્યું છે પરંતુ વરસાદી મોસમમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન રાખતા કાદવ કીચડનું સામ્રાજ્ય ઉભું થયું છે.
ગ્રામજનોનું કહેવું છે કે ડાયવર્ઝન રસ્તો સતત પલળી જાય છે અને તેમાં ખાડા પડતા વાહનો અવારનવાર ફસાઈ જાય છે ત્યારે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે.