રાજકારણની આ પણ એક તસ્વીર, ગંભીર આક્ષેપ સાથે BJPમાંથી રાજીનામુ આપનાર મહેશ વસાવા, મનસુખ વસાવા- ચૈતર વસાવા સાથે નજરે પડયા

ભરૂચમાં રાજકારણની એક અલગ જ તસવીર જોવા મળી રહી છે. તાજેતરમાં જ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું

New Update
s
ભરૂચમાં રાજકારણની એક અલગ જ તસવીર જોવા મળી રહી છે. તાજેતરમાં જ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું ત્યારબાદ તેઓ ભાજપના સાંસદ મનસુખ વસાવા અને આપના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે નજરે પડ્યા છે. નેત્રંગના એક ગામમાં યોજાયેલ લગ્ન પ્રસંગમાં ત્રણેય નેતાઓની હાજરી ચર્ચાનું કારણ બની હતી.

મહેશ વસાવા, સાંસદ મનસુખ વસાવા અને ચૈતર વસાવા એક સાથે નજરે પડયા

મહેશ વસાવાએ તાજેતરમાં જ ભાજપ પર વિચારધારાના ગંભીર આક્ષેપ સાથે રાજીનામું આપી દીધું હતું જેના કારણે રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો પરંતુ અમુક જ દિવસો બાદ તેઓ ભાજપના સાંસદ મનસુખ વસાવા સાથે નજરે પડ્યા હતા ત્યારે રાજકારણની આ અલગ જ તસવીર જોવા મળી રહી છે.નાની નાની બાબતે રાજકારણ કરતાં લોકો આ તસવીર જોઈ લે કારણકે વિચારધારા ભલે અલગ હોય પરંતુ સામાજિક મુદ્દા ઉપર દરેક નેતાઓ સાથે જ નજરે પડી રહ્યા છે.
Advertisment
Advertisment
Latest Stories