ભરૂચ: દહેજની એલિવસ લાઈફ સાયન્સ કંપનીમાં ભીષણ આગથી દોડધામ, 3 કામદારો દાઝ્યા

ભરૂચના દહેજ સ્થિત એલિવસ લાઈફ સાયન્સ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. કંપનીના 6 નંબરના બિલ્ડિંગના ત્રીજા માળે રસાયણિક પ્રક્રિયા દરમિયાન અચાનક આગ ફાટી નીકળી

New Update
  • ભરૂચના દહેજનો બનાવ

  • એલિવસ લાઈફ સાયન્સ કંપનીમાં ભીષણ આગ

  • આગમાં 3 કામદારો દાઝ્યા

  • સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા

  • ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ

ભરૂચના દહેજ સ્થિત Alivus Life Sciences Limited કંપનીમાં ભીષણ આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી.આ ઘટનામાં 3 કામદારો દાઝી જતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ભરૂચના દહેજ સ્થિત Alivus Life Sciences Limited કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. કંપનીના 6 નંબરના બિલ્ડિંગના ત્રીજા માળે રસાયણિક પ્રક્રિયા દરમિયાન અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી.
આગ લાગતા જ કંપની પ્રશાસને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. આગના કારણે ત્રણ કામદાર ઇજાગ્રસ્ત થયા હતા. પ્રાથમિક સારવાર માટે તેમને ભરૂચની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
આ કંપની ફાર્માસ્યુટિકલ્સ API એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રિડિયન્ટ્સનું ઉત્પાદન કરે છે. આગ રસાયણિક પ્રક્રિયા દરમિયાન લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે, જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી બહાર આવ્યું નથી. 
ફાયર વિભાગે લગભગ ચાર કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ચિંતાનો માહોલ ફેલાયો હતો જોકે હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
Latest Stories