ભરૂચ: દહેજની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ ફાટી નિકળતા દોડધામ, વેરહાઉસ ભડકે બળ્યુ

દહેજમાં આવેલી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝમાંઆગ ફાટી નીકળતા જ દોડધામ મચી જવા પામી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા

New Update
  • ભરૂચના દહેજમાં આગનો બનાવ

  • ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ

  • કંપનીના વેરહાઉસમાં આગ ફાટી નિકળી

  • 3 ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો

ભરૂચના દહેજમાં આવેલી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝમાં આજરોજ બપોરના સમયે એકાએક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

ભરૂચના દહેજમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે. દહેજમાં આવેલી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝમાં આજરોજ બપોરના સમયે આગ ફાટી નીકળી હતી.આગ ફાટી નીકળતા જ દોડધામ મચી જવા પામી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

આ તરફ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. કંપનીના વેરહાઉસમાં રહેલ કેલ્શિયમ હાઈપોક્લોરાઇડ ના જથ્થામાં આગ ફાટી નીકળી હતી જેના પર ત્રણ ફાયર ફાઈટર દ્વારા કાબુ મેળવવામાં આવ્યો હતો.ગત વર્ષે પણ આ જ કંપનીમાં આગ ફાટી નીકળી હતી.દહેજ ઔદ્યોગિક વસાહતમાં વારંવાર આગ લાગવાના બનાવો બને છે જે ચિંતાનું મોટુ કારણ કહી શકાય.

Latest Stories