અંકલેશ્વર: વાવે ગુજરાત અભિયાન અંતર્ગત મેગા વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો, પર્યાવરણના જતનના હેતુસર કરાયુ વૃક્ષારોપાણ

અંકલેશ્વર જીઆઇડીસીમાં વાવે ગુજરાત અભિયાન અંતર્ગત સહિત અન્ય સંસ્થાઓના સહયોગથી વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં પર્યાવરણના જતનના હેતુસર વૃક્ષારોપાણ કરાયુ

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજન

  • વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો

  • વાવે ગુજરાત અભિયાન અંતર્ગત યોજાયો કાર્યક્રમ

  • પર્યાવરણના જતનના હેતુસર વૃક્ષારોપાણ કરાયુ

વાવે ગુજરાત તેમજ ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત ઝુંબેશ અંતર્ગત અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરીટી, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, લઘુ ઉદ્યોગ ભારતી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ સી પમ્પિંગ સ્ટેશન નજીક પર્યાવરણના જતનના હેતુસર આગેવાનો દ્વારા વૃક્ષારોપાણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અંકલેશ્વર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજયોનલ ઓફિસર ડો.જિજ્ઞાસા ઓઝા,લઘુ ઉદ્યોગ ભારતીના બળદેવ પ્રજાપતિ, કિશોર કાછડીયા, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના સેક્રેટરી નિલેશ પટેલ, ફાયર એન્ડ સેફટી કમિટીના ડેનિશ ભૂત, એન્વાયરમેન્ટ લાઇઝન કમિટીના વાલમજી દેસાઈ,ઉપેન્દ્ર પટેલ અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલ સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિતો દ્વારા પર્યાવરણ બચાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.
Latest Stories