/connect-gujarat/media/media_files/2025/11/30/ishwar-patel-2025-11-30-16-14-21.jpg)
ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ મતદાર યાદી ખાસ સઘન સુધારણા (SIR) અભિયાનને વધુ અસરકારક બનાવવા તારીખ 29 અને 30 નવેમ્બર 2025 દરમિયાન જિલ્લાભરમાં બે દિવસીય મેગા કલેક્શન કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગના રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલે રવિવારે અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજાયેલા કેમ્પની મુલાકાત કરી કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/11/30/ishwar-patel-2025-11-30-16-14-31.jpg)
આ મુલાકાત વેળાએ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે, અહીં દરેક બુથ લેવલ ઓફિસરો ખૂબ ખંતથી અને પ્રમાણિકતાથી કામ કરી રહ્યા છે. ચોકસાઈ પૂર્વક મતદાર યાદી દુરસ્તીકરણની કામગીરી પૂર્ણ કરી શકાય તે માટે આ કામગીરીમાં નાગરિકો પણ પોતાનો સહયોગ પૂરો પાડે તેવી અપીલ કરી હતી.
ભરૂચ જિલ્લામાં તમામ મામલતદાર કચેરીઓ, તાલુકા પંચાયતો તથા નગરપાલિકા કચેરીઓ ખાતે રવિવારે યોજાયલા આ કેમ્પમાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી અને મતદાર યાદી સંબંધિત વિવિધ સેવાઓનો તાત્કાલિક લાભ લીધો હતો.