ભરૂચ : હલદરવા ગામ ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું...

વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ તથા અંદાજિત રૂ. 59 લાખના ખર્ચે નિર્માણ પામનાર વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું

New Update
  • હલદરવા ગામ ખાતે વિકાસ કાર્યોનો ધમધમાટ

  • વિવિધ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરાયું

  • ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

  • વિકાસ કામોથી ગ્રામજનોમાં ખુશીનો માહોલ

  • જનપ્રતિનિધિઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા

ભરૂચ તાલુકાના હલદરવા ગામ ખાતે વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં આવતા હલદરવા ગામ ખાતે અંદાજિત રૂ. 1.33 કરોડના ખર્ચે નિર્માણ પામેલ વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ તથા અંદાજિત રૂ. 59 લાખના ખર્ચે નિર્માણ પામનાર વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલહલદરવા સરપંચ હસમુખ પરમારડે. સરપંચ રાજુ પટેલજિલ્લા ભાજપ મહિલા મોરચાના મંત્રી દિવ્યા પટેલગામના તલાટી નિમિષા બારોટચૂંટાયેલ જનપ્રતિનિધિઓસંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. 

Latest Stories