New Update
/connect-gujarat/media/media_files/2025/12/01/bharuch-sir-2025-12-01-17-21-51.jpg)
ભારતના ચૂંટણી આયોગ દ્વારા મતદારયાદી માટેનો Special intensive Revision(SIR) કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત તા.૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી માટેના SIR કાર્યક્રમ અંતર્ગત થયેલી કામગીરીથી માહિતગાર કરવા માટે રાજકીય પક્ષો સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
આ બેઠક દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. જેમાં આ કામગીરીમાં BLO અને BLO-2 બંને એક મેકના સંકલનમાં રહી રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પણ સહયોગ કરી બાકી રહી ગયેલા મતદારોને શોધી તેમને વધુ માહિતગાર કરી અને મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં સહભાગી બની જિલ્લાની કામગીરી સરળતાથી પૂર્ણ થાય, કોઈપણ મતદારનો યાદીમાં સમાવેશ થતાં રહી ન જાય અને ક્ષતિરહીત મતદાર યાદી બને તે જોવા પર ભાર મૂક્યો હતો.
ભરૂચ જિલ્લામાં પાંચ વિધાનસભા મત વિસ્તાર મુજબ એન્યુમરેશન ફોર્મ પરત મેળવવાની કામગીરી કરવામાં નોંધાયેલા કુલ ૧૩,૧૦,૬૦૦ મતદારો પૈકી 10,22,828 મતદારોનું મોબાઈલ વેરિફિકેશન એટલે કે, ૭૮.૦૪ ટકા EF ડિજિટાઈઝેશનની કામગીરી આજદિન સુધી પૂર્ણ કરવામાં આવી છે. બાકી રહેલા મતદારોને તેમના એન્યુમરેશન ફોર્મ તેમના BLO ને સત્વરે સુપરત કરવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી અપીલ પણ કરવામાં આવી છે.
Latest Stories