ભરૂચની ધરા પર મોરારીબાપુનું આગમન, મંગલેશ્વર ખાતે આવતીકાલથી રામકથાનો થશે પ્રારંભ

ભરૂચના મંગલેશ્વર ખાતે આવતી કાલથી પ્રખ્યાત ક્થાકાર મોરારી બાપુની કથાનો પ્રારંભ થનાર છે ત્યારે આજરોજ રોજ મોરારીબાપુ હેલિકોપ્ટર દ્વારા મંગલેશ્વરના ગ્રાઉન્ડમાં આવી પહોંચ્યા હતા

New Update
  • ભરૂચના મંગલેશ્વર ખાતે રામકથાનું આયોજન

  • આવતીકાલથી કથાનો થશે પ્રારંભ

  • મોરારી બાપુનું થયું આગમન

  • હેલિકોપ્ટર દ્વારા મોરારી બાપુ આવી પહોંચ્યા

  • ભક્તોએ કર્યું સ્વાગત

ભરૂચના મંગલેશ્વર ખાતે આવતી કાલથી પ્રખ્યાત ક્થાકાર મોરારી બાપુની કથાનો પ્રારંભ થનાર છે ત્યારે આજરોજ રોજ મોરારીબાપુ હેલિકોપ્ટર દ્વારા મંગલેશ્વરના ગ્રાઉન્ડમાં આવી પહોંચ્યા હતા
ભરૂચ જિલ્લામાં 4 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી પવિત્ર સલીલા માં નર્મદાના કિનારે કબીરવડની છત્ર છાયામાં મંગલેશ્વર ખાતે પૂજ્ય મોરારીબાપુની રામકથાનો પ્રારંભ થનાર છે.જેના ભાગરૂપે મોરારીબાપુ એક દિવસ પહેલા એટલે 3 જી જાન્યુઆરીના રોજ હેલિકોપ્ટર દ્વારા મંગલેશ્વર ખાતે બનાવેલા હેલિપેડ પર આવી પહોંચ્યા હતા.જ્યાં ગ્રામજનો અને  ભાવિક ભક્તોએ બાપુનું ભવ્ય સ્વાગત કરીને આવકાર કર્યો હતોં.આવતી કાલે  4  જાન્યુઆરીએ બપોરે 2:00 વાગ્યાથી પોથી યાત્રા મંગલેશ્વર કબીરધામથી નીકળી કથામંડપ સુધી પહોંચી કથાનો પ્રારંભ થનાર છે ત્યાર બાદ  5 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી દરરોજ સવારે 10 થી બપોરના 1:30 સુધી રામકથા  અને ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન પણ આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે.
Latest Stories