New Update
/connect-gujarat/media/media_files/2026/03/04/cattle-death-2026-03-04-12-28-08.jpg)
ભરૂચના વાગરાના આહીર ફળિયામાં રહેતા પશુપાલક રાજુભાઈ મોહનભાઈ દેવીપૂજકના ૧૨ ઘેટાં અને ૧ બકરી સહિત કુલ ૧૩ પશુઓના અચાનક મોતથી હાહાકાર મચ્યો છે. સીમ વિસ્તારમાં ચરતાં સમયે ઝેરી અસર થતા પશુઓ કાળનો કોળિયો બન્યા હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
પશુપાલકે તલાવડીનું પાણી ઝેરી હોવાનો તેમજ સારવારમાં મોડું પડ્યાનો આક્ષેપ કર્યો છે, જ્યારે પશુ ચિકિત્સક ડો. સાજીદ વોહરાએ ફૂડ પોઈઝનિંગની સંભાવના વ્યક્ત કરી છે. હાલ બાકીના પશુઓનું સારવાર હેઠળ મોનિટરિંગ ચાલી રહ્યું છે.આ તરફ પીડિત પરિવાર વળતરની માંગ કરી રહ્યો છે.
Latest Stories