દેડિયાપાડાના માલસામોટ ગામે યોજાયો વિશેષ કાર્યક્રમ
માતા સાથેના અમૂલ્ય સંબંધોને મૂલવવા માટેનો અવસર
એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલ રહ્યા વિશેષ ઉપસ્થિત
રૂરલ ઈકો ટુરિઝમ પ્રોજેક્ટનું મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
રાજ્ય કક્ષાનર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના માલસામોટ ગામે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના ના મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યકમ યોજાયો હતો. ત્યારબાદ રૂ. 40 કરોડના ખર્ચે નિર્માણ પામનાર રૂરલ ઈકો ટુરિઝમ પ્રોજેક્ટનું મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની મુશ્કેલી સામે ઝઝૂમી માનવીને સ્વસ્થ જીવન પુરું પડવાના માર્ગો સોધી રહ્યું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પ્રસંગે 'એક પેડ માં કે નામ' અભિયાનનો વિચાર આપ્યો છે. આ વિચાર એટલે માતા સાથેના અમૂલ્ય સંબંધોને મૂલવવાનો અને માતાનું ઋણ ચૂકવવાનો અવસર છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, મનુષ્ય જીવન વૃક્ષને આધારિત છે તેથી વન અને પર્યાવરણની જાળવણી અને સુરક્ષા આપણા સૌની ફરજ છે. કોરોના જેવી મહામારી માલસામોટ સુધી પહોંચી શકી નથી, તે વન સંપદાઓ અને વૃક્ષોના કારણે શક્ય બન્યું છે. તેથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં સૌ સહભાગી બની પોતાના ઘર, ગામ અને આસપાસના વિસ્તારોમાં પોતાનાં પિતૃઓના નામે વૃક્ષા રોપણ કરવા સૌને અપીલ કરી હતી. આ પ્રસંગે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભિમસિંહ તડવી, દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ, પૂર્વ મંત્રી મોતી વસાવા, ચૂંટાયેલા જન પ્રતિનિધીઓ, વન વિભાગના અધિકારીઓ, શાળાના બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.