નર્મદા : માલસામોટ ગામે રૂરલ ઈકો ટુરિઝમ પ્રોજેક્ટનું રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના માલસામોટ ગામે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય કક્ષા

New Update

દેડિયાપાડાના માલસામોટ ગામે યોજાયો વિશેષ કાર્યક્રમ

માતા સાથેના અમૂલ્ય સંબંધોને મૂલવવા માટેનો અવસર

એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલ રહ્યા વિશેષ ઉપસ્થિત

રૂરલ ઈકો ટુરિઝમ પ્રોજેક્ટનું મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

રાજ્ય કક્ષાનર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના માલસામોટ ગામે ગુજરાત સરકારના વન અને પર્યાવરણક્લાઈમેટ ચેન્જજળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના ના મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યકમ યોજાયો હતો. ત્યારબાદ રૂ. 40 કરોડના ખર્ચે નિર્માણ પામનાર રૂરલ ઈકો ટુરિઝમ પ્રોજેક્ટનું મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કેસમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની મુશ્કેલી સામે ઝઝૂમી માનવીને સ્વસ્થ જીવન પુરું પડવાના માર્ગો સોધી રહ્યું છેત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પ્રસંગે 'એક પેડ માં કે નામઅભિયાનનો વિચાર આપ્યો છે. આ વિચાર એટલે માતા સાથેના અમૂલ્ય સંબંધોને મૂલવવાનો અને માતાનું ઋણ ચૂકવવાનો અવસર છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કેમનુષ્ય જીવન વૃક્ષને આધારિત છે તેથી વન અને પર્યાવરણની જાળવણી અને સુરક્ષા આપણા સૌની ફરજ છે. કોરોના જેવી મહામારી માલસામોટ સુધી પહોંચી શકી નથીતે વન સંપદાઓ અને વૃક્ષોના કારણે શક્ય બન્યું છે. તેથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા એક પેડ માં કે નામ’ અભિયાનમાં સૌ સહભાગી બની પોતાના ઘરગામ અને આસપાસના વિસ્તારોમાં પોતાનાં પિતૃઓના નામે વૃક્ષા રોપણ કરવા સૌને અપીલ કરી હતી. આ પ્રસંગે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભિમસિંહ તડવીદેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખપૂર્વ મંત્રી મોતી વસાવાચૂંટાયેલા જન પ્રતિનિધીઓવન વિભાગના અધિકારીઓશાળાના બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

#Narmada #inaugurated #Mukesh Patel #Rural Eco Tourism Project
Here are a few more articles:
Read the Next Article