/connect-gujarat/media/media_files/2025/08/30/natural-agriculture-2025-08-30-15-17-07.jpg)
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના થણાવા ગામે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત એક મહત્વપૂર્ણ પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના થણાવા ગામ ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં થણાવા, સંભા અને જંત્રાલ ગામના 150થી વધુ ખેડૂત ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો અને પદ્ધતિઓ વિશે જ્ઞાન આપવાનો હતો.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/08/30/natural-agriculture-2025-08-30-15-17-23.jpg)
આ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ચાસવદના ડો. મહેન્દ્ર એમ. પટેલે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ તેમજ આત્મા પ્રોજેક્ટ, ભરૂચ દ્વારા મળતા સહયોગ વિશે વિગતવાર માહિતી આપી હતી. ઉપરાંત, થણાવાના ખેડૂત આગેવાન મોતી ગોહિલે પોતાના ખેતરમાં પ્રાકૃતિક રીતે કરેલા હળદર, કેર, ચોળી, પાપડી, ગુવાર, તુવેર અને રીંગણના વાવેતરના અનુભવો રજૂ કર્યા હતા. ખેડૂતોને તેમના પ્રશ્નો અને મૂંઝવણો અંગે ખુલીને ચર્ચા કરવાની તક પણ આપવામાં આવી હતી. આ પ્રકારના તાલીમ કાર્યક્રમો ખેડૂતોને ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ ખેતી અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે, જે ભવિષ્યમાં કૃષિ ક્ષેત્ર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.