અંકલેશ્વર: સંસ્કારદીપ શાળામાં માતૃપૂજનના કાર્યક્રમ સાથે નવરાત્રીનો કરાયો પ્રારંભ, વિદ્યાર્થીઓએ તેમની માતાનું કર્યું પૂજન

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ સંસ્કારદીપ શાળા દ્વારા નવરાત્રી નિમિત્તે માતૃ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓએ તેમની માતાનું પૂજન કર્યું

New Update
  • માતાજીની ભક્તિના પર્વ નવરાત્રીનો પ્રારંભ

  • સંસ્કારદીપ શાળામાં યોજાયો કાર્યક્રમ

  • માતૃપૂજનના કાર્યક્રમનું આયોજન

  • વિદ્યાર્થીઓએ તેઓની માતાનું કર્યું પૂજન

જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થઈ ગયો છે ત્યારે અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ સંસ્કારદીપ વિદ્યાલયમાં નવદુર્ગા મિત્ર મંડળના સહયોગથી માતૃ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અંકલેશ્વરના રિજયોનલ ઓફિસર ડો.જિજ્ઞાસા ઓઝા, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, સેક્રેટરી નિલેશ પટેલ,ચંદ્રેશ દેવાણી, દીપ્તિ ત્રિવેદી અને રૂપા નેવે સહિતના આગેવાનો તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
વિદ્યાર્થીઓ દ્વારા તેમની માતાનું પૂજન કરી નવરાત્રિના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નવરાત્રીમાં માતાજીની આરાધના કરવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીઓએ તેમની શક્તિ  સમાન માતાઓનું પૂજન અર્ચન કર્યું હતું.
Latest Stories