અમદાવાદના સાબરમતી આશ્રમથી નીકળેલી ૪૦ NCC કેડેટ તથા અધિકારીઓ સહિતની દાંડી પદયાત્રા ભરૂચ શહેરમાંથી પસાર થઇ જૂના હાઇવે પર આવેલ RMPS સ્કૂલ ખાતે પહોંચી હતી.જ્યાં સ્વાગત સાથે સાંસ્કૃતિક કાર્યકમનું આયોજન કરાયું હતું.
આધુનિક ભારતના વિકાસ લક્ષ્યોને આગળ વધારવાના, સ્વચ્છ ભારત, વિકસિત ભારત, મહિલા સશકિતકરણ, ફીટ ઇન્ડિયા, નશામુકત ભારતના ઉદ્દેશ્યથી સાબરમતી આશ્રમથી તા.૧૦મીના રોજ ૪૦ NCCના કેડેટસ તથા અધિકારીઓ સહિતની દાંડી પદયાત્રા ભરૂચ થી નર્મદા મૈયા બ્રિજ પરથી અંકલેશ્વર જવા રવાના થઈ હતી.જે જૂના હાઇવે પર આવેલ RMPS સ્કૂલ સહિત અંકલેશ્વર અને અન્ય દાંડીયાત્રાના સ્થળેથી પસાર થઈ હતી.
RMPS સ્કૂલ ખાતે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના સ્કૂલના ટ્રસ્ટીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
NCCના કેડેટસ દ્વારા સાબરમતી અમદાવાદથી તા.૧૦મી ડીસેમ્બરથી દાંડી પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ જે દાંડી પદયાત્રા તારીખ ૨૩મી ડીસેમ્બરના રોજ કુલ ૪૧૦ કિ.મી પદયાત્રા પૂર્ણ કરી દાંડી પહોંચશે.