અંકલેશ્વર: બિહાર ચૂંટણીમાં NDAની ભવ્ય જીત, ભાજપ દ્વારા વિજ્યોત્સવ મનાવાયો

બિહાર વિધાનસભા ચૂંટણીમાં એન.ડી.એ.ગઠબંધનને મળેલ ભવ્ય જીતની અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા ફટકડા ફોડી જીતનો વિજયોત્સવ મનાવવામાં આવ્યો......

New Update
  • બિહાર વિધાનસભા ચૂંટણી

  • એન.ડી.એ.ની ભવ્ય જીત

  • ભાજપમાં ઉત્સવનો માહોલ

  • અંકલેશ્વરમાં કરવામાં આવી ઉજવણી

  • ફટાકડા ફોડી વિજ્યોત્સવ મનાવાયો

બિહાર વિધાનસભા ચૂંટણીમાં એન.ડી.એ.ગઠબંધનને મળેલ ભવ્ય જીતની અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા ફટકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવતા ભાજપમાં માહોલ જોવા મળ્યો છે. આ જીતને લઈ અંકલેશ્વરમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી. અંકલેશ્વર શહેર  ભાજપ દ્વારા ફટાકડા ફોડીને અને મીઠાઈ વહેંચીને જીતનો વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો.
આ ઉજવણી દરમિયાન શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત, તથા કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિતના આગેવાનો જોડાયા હતા. આગેવાનોએ જણાવ્યું હતું કે બિહારની જીત વિકાસ અને સકારાત્મક રાજનીતિની જીત છે.ભાજપના કાર્યકરોમાં ખુશીના માહોલ વચ્ચે ચૂંટણી પરિણામોને લઈને હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો.
Latest Stories