New Update
ભરૂચના રહાડપોર વિસ્તારનો બનાવ
ન્યુસીમા નગરમાં પાડોશીઓ બાખડયા
પિતા પુત્ર પર છરી વડે જીવલેણ હુમલો
ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
પોલીસે સામસામી ફરિયાદ નોંધી
ભરૂચના રહાડપોર વિસ્તારમાં આવેલ ન્યુ સીમા નગરમાં ડ્રેનેડનું પાણી ઉભરાવા તેમજ અંગત અદાવતે બે પાડોશીઓ વચ્ચે માથાકૂટ થતા પિતાપુત્ર પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો.આ મામલામાં એ ડિવિઝન પોલીસે સામસામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
ભરૂચના રહાડપોર વિસ્તારમાં આવેલ ન્યુ સીમા નગર એપાર્ટમેન્ટ અજીમ નગરમાં રહેતા મકસુદ અહેમદ ઈમરાન શેખનો ડ્રેનેજનું પાણી ઉભરાવા બાબતે આરોપી સુહેલ ઈસ્માઈલ શેખ સમીરાબાનું સૈયદ અને અન્ય બે ઈસમો સાથે માથાકૂટ થઈ હતી
જેમાં આરોપી સુહેલ શેખ તથા તેની સાથે આવેલ બે ઈસમોએ ફરિયાદી અને તેના પુત્ર શોએબ પર ચપ્પુ વડે જીવણલેણ હુમલો કરતા તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા.
ઇજાગ્રસ્ત પિતા પુત્રને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો આ તરફ સામા પક્ષે નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર ફરિયાદી સુહેલ ઈસ્માઈલ પટેલને મકસુદ અહેમદ ઈબ્રાહીમ શેખ સહિત અન્ય એક સમયે માર મારી ઈજા પહોંચાડી હતી.
આ અંગે તેઓએ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે સામસામે પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories