/connect-gujarat/media/media_files/2025/08/30/zaghdia-st-depot-2025-08-30-13-01-52.jpg)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા એસટી વિભાગને નવીન મીની બસ ફાળવવામાં આવતા ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવાના હસ્તે લીલી ઝંડી આપી બસને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/08/30/zaghdia-st-depot-2025-08-30-13-02-04.png)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા એસટી ડેપો ખાતે રાજ્ય સરકારની વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ઝઘડિયા ડેપો ખાતે ફાળવાયેલ મીની બસને ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવાના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ BS-6 ટેકનોલજીવાળી મીની બસ ઝઘડિયાથી ડેડીયાપાડા અને ડેડીયાપાડા-નેત્રંગના રૂટ સારી અને સમયસર સેવાનો મુસાફર જનતાને અનુભવ કરાવશે. આ પ્રસંગે ઝઘડિયા એસટી ડેપો મેનેજર સહિત મોટી સંખ્યામાં મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા.