ભરૂચ: કસક વિસ્તારમાં આવેલ ઘરડા ઘરમાં વડીલો સાથે નવા વર્ષની ઉજવણી, બ્લેન્કેટનું કરાયુ વિતરણ

ભરૂચના કસક સર્કલ નજીક આવેલા ઘરડા ઘર ખાતે જુનેદ પાંચભાયા દ્વારા ચલાવવામાં આવતી નેકીની દીવાલ અભિયાન અંતર્ગત માનવતાભર્યું સેવાકાર્ય કરવામાં આવ્યું

New Update
  • ભરૂચના કસક વિસ્તારમાં આવેલું છે વડીલોનું ઘર

  • વડીલોના ઘરમાં નવા વર્ષની ઉજવણી

  • વડીલોને બ્લેન્કેટનું કરાયુ વિતરણ

  • ખાદ્ય સામગ્રી પણ આપવામાં આવી

  • અનોખી રીતે કરવામાં આવી ઉજવણી

ભરૂચમાં ઘરડા ઘરમાં રહેતા વડીલોને બ્લેન્કેટ તેમજ ખાદ્યસામગ્રીનું વિતરણ કરી નવા વર્ષની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે સમગ્ર દેશ નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત હતો ત્યારે ભરૂચના કસક સર્કલ નજીક આવેલા ઘરડા ઘર ખાતે જુનેદ પાંચભાયા દ્વારા ચલાવવામાં આવતી નેકીની દીવાલ અભિયાન અંતર્ગત માનવતાભર્યું સેવાકાર્ય કરવામાં આવ્યું હતું. 31 ડિસેમ્બરના રોજ યોજાયેલા આ સેવાકાર્ય દ્વારા સમાજમાં માનવતા અને સહાનુભૂતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ સેવાકાર્યમાં સામાજિક કાર્યકર જુનેદ પાંચભાયા, જેનિસ મોદી, શુભમ ઉપાધ્યાય, શોએબ મુન્શી તથા હરીશ વસાવા જોડાયા હતા. આ પ્રસંગે આશ્રમમાં રહેતા વૃદ્ધોને ઠંડીથી રાહત મળે તે હેતુસર બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત  ખાદ્ય સામગ્રી પણ વહેંચવામાં આવી હતી.
Latest Stories