ભરૂચ: ભોલાવ જિલ્લા પંચાયત બેઠકનો નુતનવર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો, ભાજપના કાર્યકરો જોડાયા

ભરૂચની ભોલાવ જિલ્લા પંચાયત બેઠકના નુતન વર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ભાજપ દ્વારા આયોજન કરાયું

  • નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો

  • ભોલાવ જિલ્લાપંચાયત બેઠકનો સમારોહ યોજાયો

ભરૂચ વિધાનસભા વિસ્તારમાં આવેલી ભોલાવ જિલ્લા પંચાયત બેઠકના સભ્ય તથા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી દ્વારા ભોલાવ ગામના મૈત્રીનગર સોસાયટીના કોમન પ્લોટ ખાતે નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા, ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તથા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને અનુલક્ષીને ભોલાવ, નંદેલાવ, રહાડપોર અને ચાવજ ગ્રામ પંચાયતના સરપંચો, પંચાયત સભ્યો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નૂતન વર્ષની શુભેચ્છાઓ સાથે સ્થાનિક વિકાસ, ગ્રામ્ય સુવિધાઓ અને ભવિષ્યની યોજનાઓ અંગે આગેવાનોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
Latest Stories