ભરૂચ: NH 48 પર ઝાડેશ્વર ચોકડી નજીક ટેન્કરમાંથી ઓઇલ લીક, માર્ગ ચીકણો થતા અકસ્માતોની હારમાળા

નેશનલ હાઈવે નંબર–48 પર ગતરોજ મોડી રાત્રિના સમયે એક ટેન્કરમાંથી અચાનક ઓઇલ લીકેજ થવાની ઘટના સર્જાતા પસાર થતા અનેક મોટરસાયકલ તથા મોપેડ ચાલકો સ્લિપ થઈ માર્ગ પર પટકાયા

New Update
Bharuch National Highway
ભરૂચના ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિર નજીક આવેલ નેશનલ હાઈવે નંબર–48 પર ગતરોજ મોડી રાત્રિના સમયે એક ટેન્કરમાંથી અચાનક ઓઇલ લીકેજ થવાની ઘટના સર્જાતા અકસ્માતોની શ્રેણી સર્જાઈ હતી. માર્ગ પર ફેલાયેલા તેલના કારણે ત્યાંથી પસાર થતા અનેક મોટરસાયકલ તથા મોપેડ ચાલકો સ્લિપ થઈ માર્ગ પર પટકાયા હતા. પરિણામે વાહનચાલકોને આર્થિક નુકસાન સાથે શારીરિક ઇજાઓ પણ પહોંચી હતી.

National Highway

ઘટનાની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડને કરવામાં આવી હોવા છતાં ટીમ સમયસર સ્થળ પર ન પહોંચતા વધુ વાહનચાલકો અકસ્માતનો ભોગ બન્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ખાસ કરીને ટુ-વ્હીલર ઉપર સવાર મહિલાઓ પણ પટકાતા કેટલીક મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
Latest Stories