New Update
/connect-gujarat/media/media_files/kFA0R3oJxBnDSu3hO8Ta.jpeg)
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને તાલુકા પોલીસે ઝડપી પાડ્યો હતો ગત તારીખ-4થી જાન્યુઆરીના રોજ ભરૂચ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, નેત્રંગ તાલુકાના કંબોડીયાનો બુટલેગર અશોક કેશરીમલ માલી અને લખીરામ ગીરીરાજ ગૌતમ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી અંકલેશ્વર જીઆઈડીસીની ક્રિસ્ટલ ચોકડી પાસે આવેલા પ્લોટ નંબર-4504 ખાતે ગોડાઉનમાં દારૂનુ કટીંગ કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે રેડ કરીને દારૂનો જથ્થો ભરેલુ ગોડાઉન ઝડપી પાડયુ હતુ.
પોલીસે ગોડાઉન અને આઇસર ટેમ્પોમાંથી દારૂની બોટલ કુલ ૧૩૬૫૬ કિંમત 19.23 લાખ તેમજ આઇસર ટેમ્પો 15 લાખ સહિત કુલ 34.23 લાખના મુદામાલ સાથે એક ઇસમ રામદાસ રમણ વસાવાને પકડી અશોક કેશરીમલ માલી અને લખીરામ ગીરીરાજ ગૌતમને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી.તે દરમિયાન તપાસ ચલાવી રહેલ તાલુકા પોલીસે ડેડીયાપાડાના બેસણા ગામમાં રહેતો જીતેન્દ્ર ઉર્ફે લંગડો વસાવાને ઝડપી પાડ્યો હતો.