New Update
દહેજની ઓર્ગેનિક ઇન્ડિયામાં પ્રચંડ ધડાકા સાથે આગથી દોડધામ
ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી આકાશમાં નજરે પડ્યા
ઘટના પગલે કામદારોમાં મચી નાસભાગ
ફાયર વિભાગ દ્વારા આગ કાબૂમાં લેવાના પ્રયાસો
હાલ જાનહાનિના કોઈ અહેવાલ નહિ
ભરૂચ જિલ્લાના દહેજ ઉદ્યોગ નગરી ખાતેની ઓર્ગેનિક ઇન્ડિયામાં પ્રચંડ બ્લાસ્ટની ઘટના બાદ આગ ફાટી નીકળતા કંપની સંકુલમાં નાસભાગ મચી ગઈ હતી.જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી થી લોકોએ નિહાળ્યા હતા.આગ અંગેનો કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડના લાશ્કરો ફાયર ટેન્ડર સાથે દોડી આવ્યા હતા..
અને આગ પર પાણી તેમજ ફાયર ફાઈટિંગ ફોર્મનો મારો ચલાવીને કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા,જોકે સર્જાયેલી ઘટનામાં હાલ કોઈ જાનહાનિના અહેવાલ જાણવા મળ્યા નથી,જ્યારે ઘટનામાં ડેપ્યુટી ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ,ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તેમજ દહેજ પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
Latest Stories