અંકલેશ્વર:ચાણક્ય વિદ્યાલયમાં બિઝનેસ ઇવેન્ટનું આયોજન, વિદ્યાર્થીઓને અપાય વેપારની સમજણ

અંકલેશ્વરની ચાણક્ય વિદ્યાલય ખાતે બિઝનેસ ઇવેન્ટની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધોરણ 11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

New Update

અંકલેશ્વરમાં આવેલી છે ચાણક્ય વિદ્યાલય

ચાણક્ય વિદ્યાલયમાં બિઝનેસ ઇવેન્ટ યોજાય

ધોરણ 11-12 કોમર્સના વિદ્યાર્થીઓએ લીધો ભાગ

વિદ્યાર્થીઓને વેપાર અંગેની અપાય સમજણ

શાળા પરિવાર રહ્યો ઉપસ્થિત

અંકલેશ્વરની ચાણક્ય વિદ્યાલય ખાતે બિઝનેસ ઇવેન્ટની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધોરણ 11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
વિદ્યાર્થીઓમાં વેપારના કાર્યોની સમજણ અને આત્મ વિશ્વાસમાં વધારો થાય તે માટે  અંકલેશ્વરની ચાણક્ય વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ-11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે બિઝનેસ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.શાળાના ટ્રસ્ટી મહેશ પટેલ અને દીપેસ પડસાલાના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના ફૂડના કુલ ૪૧  સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.ટ્રસ્ટીઓએ સ્ટોલ, લોન અને મેનેજમેન્ટ વિભાગના વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી.બિઝનેસ ઇવેન્ટમાં શાળાના આચાર્ય અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો .વિદ્યાર્થીઓ દ્વારા જાતે જ તમામ સ્ટોલ ઉભા કરી તેનું સંચાલન કરવામાં આવ્યું હતું અને વેપાર કઈ રીતે થાય એની સમજણ મેળવી હતી.
Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.