New Update
/connect-gujarat/media/media_files/2025/10/01/adi-seva-kendra-2025-10-01-17-11-56.jpeg)
મહાત્મા ગાંધીજી જન્મ જયંતી- તા.૨જી ઓકટોબરે ભરૂચ જિલ્લાના આદિવાસી ગામોમાં વિશેષ ગ્રામસભા યોજાશે. જેનો મુખ્ય હેતુ આદિવાસીઓને સર્વક્ષેત્રે વિકાસપથ પર અગ્રેસર કરવાનો છે.
ગ્રામજનોના સહયોગ વડે આગામી પાંચ વર્ષનો વિકાસ પ્લાન તૈયાર કરીને ગ્રામસભામાં જરૂરી ઠરાવ કરવામાં આવશે. ગ્રામીણ ક્ષેત્રના જનજનને વિકાસમાં જોડીને ૨૦૪૭ ના વિકાસશીલ ભારતમાં ભાગીદાર બનાવવાનો છે.
જેના માટે ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારના ૨૪૦ ગામોમાં આદિ સેવા કેન્દ્ર બનાવાશે. જેમાં ફરિયાદ નિવારણ કેન્દ્ર, યોજનાઓનું એનાલિસીસ, અધિકારીઓએ દર અઠવાડિયે એક કલાકની સેવાઓ, આદિવાસી ગ્રામજનોની જરૂરિયાતો મુજબની સેવાઓ ઉપલબ્ધ કરાવાશે. દર સોમવારે સવારે ૧૦ થી ૫ આદીવાસી કેન્દ્રમાં ફરિયાદ નિવારણ થશે.
Latest Stories