ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા લોક જનહિતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે સુરક્ષા કર્મચારીઓ તેઓના કાર્ય ક્ષેત્રમાં તણાવમુક્ત કેવી રીતે રહેવાય તે વિષય પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના 3 યુનિટના અંકલેશ્વર, ગેલ અને ગંધાર મળી CISFના 300થી વધુ સુરક્ષા કર્મચારીઓને તનાવ મુક્ત કેવી રીતે રહેવાય તે વિષય પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં બ્રહ્માકુમારી માઉન્ટ આબુથી પધારેલ ડો. ઈ.વી.સ્વામીનાથમ કે જેઓ માઉન્ટ આબુ સિક્યુરિટી વિંગમાં છેલ્લા 28 વર્ષથી સેવાકાર્યમાં કાર્યરત છે. તેઓએ સુંદર માર્ગદર્શન આપ્યું હતું કે, દરેક વ્યક્તિએ જીવનમાં તંદુરસ્ત રહેવું ખૂબ જરૂરી છે.
આપણા જીવનમાં તણાવ ખાસ એટલા માટે આવે છે કે, આપણી આંતરિક શક્તિ ઓછી થઈ જાય છે, ત્યારે જીવનમાં તનાવ આવે છે. પરંતુ આપણે તનાવને દૂર કરવા માટે વ્યાયામ, શુદ્ધ ભોજન અને ધ્યાન યોગ કરવાથી આપણે તંદુરસ્ત રહી શકીએ છીએ. આ પ્રસંગે બી.કે. કર્નલ સતિષભાઈ અને કેપ્ટન્સ સિવસિંગ ભાઈ ઇન્સ્પેક્ટર સિંઘમમણી, ઇન્સ્પેક્ટર મનહરલાલ, ઇસ્પેક્ટર પવનકુમાર સહિત મોટી સંખ્યામાં CISFના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.