બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની અંકલેશ્વરમાં પધરામણી,હિન્દુ એકતા અને જાતિવાદ દૂર કરવા કર્યું આહવાન

કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલને આજરોજ બાગેશ્વરધામના બાગેશ્વર બાબાના હુલામણા નામથી ઓળખાતા ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ વિશેષ મુલાકાત આપી હિન્દુ એકતા અને જાતિવાદ દૂર કરવા કર્યું આહવાન

New Update

અંકલેશ્વરમાં બાગેશ્વરધામનો થયો જય જયકાર

ગુજરાતના પ્રવાસ દરમિયાન અંકલેશ્વરની લીધી મુલાકાત 

ધીરેન્દ્ર શાસ્ત્રીએ બાગેશ્વરધામથી પદયાત્રાનું કર્યું આહવાન 

160 કિમીની હિન્દુ એકતા પદયાત્રા યોજાશે

પદયાત્રામાં અંદાજીત 1 લાખ લોકો જોડાશે   

જાતિવાદ દૂર કરવા બાગેશ્વર બાબાએ કરી અપીલ 

ભરૂચવાસીઓને સુખાકારીના આપ્યા આશીર્વાદ 

ગુજરાતમાં ફક્ત કનેક્ટ ગુજરાત સાથે કરી વાત 

કનેક્ટ ગુજરાતના પ્રતિનિધિ દિપક ચૌહાણ અને નિરવ પંચાલ સાથે કરી વાતચીત 

ભરૂચના પૂરની પરિસ્થિતિમાં દેવ ઉપાસના કરો થશે જગ કલ્યાણ  

મધ્યપ્રદેશના પ્રસિદ્ધ બાગેશ્વરધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીએ અંકલેશ્વરની એક ટૂંકી પણ યાદગાર મુલાકાત લીધી હતી,જેમાં તેઓએ કનેક્ટ ગુજરાતના પ્રતિનિધિઓ સાથે વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા કરીને ભરૂચવાસીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.
આ પ્રસંગે શાસ્ત્રીજીએ ગુજરાતમાં સર્જાયેલી વરસાદ અને પૂર સંકટમાં લોકોની સુખાકારી અને સલામતી બની રહે તે માટે ભગવાનને પ્રાર્થના કરવા માટે જણાવ્યું હતું. જેને કોઈ નથી સાંભળતું તેને સાંભળી તેની સમસ્યા સરકાર સુધી પહોંચાડી સમસ્યાનું નિરાકરણ લાવવાના ધ્યેય સાથે ચાલતી કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલને આજરોજ બાગેશ્વરધામના બાગેશ્વર બાબાના હુલામણા નામથી ઓળખાતા ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ વિશેષ મુલાકાત આપી હતી,જેમાં કનેક્ટ ગુજરાતના પ્રતિનિધિ દિપક ચૌહાણ અને નિરવ પંચાલ સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
વિશ્વભરમાં પોતાના કર્મ અને તેજાબી વાણીથી જાણીતા મધ્યપ્રદેશના પ્રસિદ્વ બાગેશ્વરધામ ના અને બાગેશ્વર સરકાર તરીકે જાણીતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીએ અંકલેશ્વર જીઆઇડીસીના ઉદ્યોગસાહસિક ભરત પટેલના ઘર અને ઓફિસની યાદગાર મુલાકાત લીધી હતી.અને આ પ્રસંગે ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ સૌને બાગેશ્વરધામ આવવા માટેનું આમંત્રણ આપ્યું હતું,ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ જણાવ્યું હતું કે બાગેશ્વરધામથી હિન્દુ એકતા પદયાત્રા તેઓ સ્વયં યોજી રહ્યા છે.
અને 160 કિલોમીટરની પદયાત્રામાં અંદાજીત 1 લાખ હિન્દૂઓને પોતાની સાથે જોડીને સમાજ માંથી જાતપાત અને ભેદભાવને દૂર કરવાના પ્રયત્નો માટે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું,ઉપરાંત પદયાત્રા થકી જે નાના તેમજ સામાન્ય વર્ગના લોકો સુધી તેઓ સ્વયં પહોંચી શકે તેવા ઉદ્દેશ્ય સાથે પદયાત્રામાં હિન્દુઓને જોડાવવા માટે આહવાન કર્યું હતું.
વધુમાં ગુજરાતમાં સર્જાયેલી અતિવૃષ્ટિ અને પૂરની પરિસ્થિતિમાં લોકોને સલામત અને સાવચેત રહેવા માટે જણાવ્યું હતું, ઉપરાંત ભગવાનને પ્રાર્થના કરીને સૌની સુખાકારી માટે આશીર્વાદ પણ પાઠવ્યા હતા.
#Baba Dhirendra Shastri #Bageshvardham Baba Dhirendra Shastri #Dhirendra Shastri #Baba Bageshwar #બાગેશ્વર ધામ #Bageshwar Sarkar #Baba Bageshwar Ankleshawar #ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી #બાબા બાગેશ્વર
Here are a few more articles:
Read the Next Article