New Update
/connect-gujarat/media/media_files/2025/10/08/bharuch-parole-furlough-scored-2025-10-08-12-36-28.jpg)
ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના પી.એસ.આઈ. આર.એસ.ચાવડાના માર્ગ દર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ટ્રીપલ મર્ડર,લૂંટ અને આર્મ્સ એકટના ગુનામાં અંકલેશ્વર તાલુકાના સબ જેલ ખાતે સજા ભોગવતો આરોપી વચગાળાના જામીન ઉપર મુક્ત થયો હતો.
જે વચગાળાના જામીન પૂર્ણ થતાં જેલમાં હાજર નહીં થઈ છેલ્લા બે વર્ષથી ફરાર થયેલ હતો.જે આરોપી વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વીરપુર ગામમાં ફરી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને મૂળ બોટાદ અને હાલ સુરતના મોટા વરાછાના શ્રી ફાર્મની પાછળ રહેતો લાલજી ઉર્ફે લાલો ગણેશ સોલંકીને ઝડપી પાડ્યો હતો.
Latest Stories