New Update
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક ખાતે આયોજન
શાંતિ સમિતિની બેઠક યોજાઇ
ગણેશ મહોત્સવ-ઇદે મિલાદના પર્વની થશે ઉજવણી
હિન્દૂ મુસ્લિમ સમાજના આગેવાનો રહ્યા હાજર
કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં પર્વ ઉજવવા અપીલ
દુંદાળાદેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવ ત્યારબાદ ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર પી.જી. ચાવડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દૂ અને મુસ્લિમ આગેવાનો સહિત સામાજિક અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
જ્યારે પોલીસ તંત્ર દ્વારા આગેવાનોને તહેવાર શાંતિ ભર્યા વાતાવરણમાં સંપન્ન તેવી અપીલ કરવામાં હતી.શાંતિ સમિતિની બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા,મુસ્લિમ સમાજના યુવા આગેવાન વસીમ ફડવાલા તેમજ આગેવાનો અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories