ભરૂચ: આમોદમાં ખુલ્લી ગટરમાં રાહદારી ખાબક્યો, વિડીયો થયો વાયરલ

આમોદમાં દરેક મુખ્ય અને આંતરિક રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં ખાડાઓ અને ખુલ્લી ગટરો નજરે પડે છે. નાગરિકોની વારંવાર રજૂઆતો છતાં નગરપાલિકા દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવતા નથી

New Update
  • ભરૂચના આમોદનો બનાવ

  • રાહદારી ગટરમાં ખાબક્યો

  • તિલક મેદાન વિસ્તારનો બનાવ

  • સમગ્ર ઘટનાનો વિડીયો બહાર આવ્યો

  • ખુલ્લી ગટર બંધ કરાવવા માંગ

ભરૂચના આમોદ શહેરમાં ખુલ્લી ગટરમાં એક વ્યક્તિ ખાબકતા તેને ઈજા પહોંચી હતી.આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો . ભરૂચના આમોદ નગરપાલિકા વિસ્તારની હાલત દિનપ્રતિદિન બગડી રહી છે. શહેરના દરેક મુખ્ય અને આંતરિક રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં ખાડાઓ અને ખુલ્લી ગટરો નજરે પડે છે. નાગરિકોની વારંવાર રજૂઆતો છતાં નગરપાલિકા દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવતા નથી. પરિણામે દુકાનદારો અને સ્થાનિક રહેવાસીઓએ પોતાના ખર્ચે જાહેર રસ્તાઓ પર ખાડાઓ પુરવા પડે તેવા સંજોગો સર્જાયા છે.
આજ રોજ તિલક મેદાન વિસ્તારમાં અતુલ બેકરી નજીક એક રાહદારી ગટરમા પડી જતો વિડિયો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. આ ઘટનાએ શહેરમાં સુરક્ષાના પ્રશ્નો ઊભા કર્યા છે. ખાસ કરીને સવારે અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ, નોકરી-ધંધા માટે નીકળતા લોકોને ખૂલ્લી ગટરો અને ખાડાઓની કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે તંત્ર દ્વારા ખુલ્લી ગટરો બંધ કરાવવામાં આવે એવી માંગ ઉઠી છે.
Latest Stories