/connect-gujarat/media/media_files/2025/07/19/tenkar-2025-07-19-15-13-19.jpeg)
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની ઔદ્યોગિક વસાહત દહેજથીGCPTCLનું લિક્વિડ ઓક્સિજન ભરીને સુરતના હજીરા જતું ટેન્કર ભેંસલી નજીક પલટી મારી જતાં દોડધામ મચી જવા પામી હતી.
મળતી માહિતી અનુસાર, ભરૂચના દહેજથી સુરતના હજીરા તરફ જઈ રહેલુંGCPTCLનું લિક્વિડ ઓક્સિજન ભરેલું ટેન્કર ભેંસલી ગામ નજીક અનિયંત્રિત બની પલટી મારી ગયું હતું. અકસ્માતના પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. આ સાથે જ લોકો ભયભીત થઈ જતા સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી હતી.
બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. તકેદારીના ભાગરૂપે આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો, અને લીકેજને રોકવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ ભારે વાહન પલટી મારી જતા ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. જોકે, પલટી મારી ગયેલા ટેન્કરને ક્રેનની મદદથી ઊભું કરવાની કામગીરી હાથ ધરાય હતી.