New Update
/connect-gujarat/media/media_files/2025/12/13/vehicle-theft-case-2025-12-13-17-12-59.jpg)
અંકલેશ્વર જી.ઇ.બી.ઓફિસ પાછળ આવેલ શ્રી રામ સોસાયટીમાં રહેતા દીપેશકુમાર કાંતિલાલ મોદી ગત તારીખ-14મી સપ્ટેમ્બરના રોજ પોતાની બાઈક નંબર-જી.જે.16.સી.સી.2502 લઈને અંકલેશ્વર ત્રણ રસ્તા સ્થિત શાકમાર્કેટ ખાતે શાકભાજીની ખરીદી કરવા ગયા હતા.જે દરમિયાન તેઓએ પાર્ક કરેલ 30 હજારની કિમંતની બાઇકની વાહન ચોરો ઉઠાંતરી કરી ફરાર થઇ ગયા હતા.
વાહન ચોરી અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તે સમયે પોલીસે વાહન ચોર અને અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ વર્ણી રેસિડેન્સીમાં રહેતા નીતિન કીર્તિ પટેલને ઝડપી પાડ્યો હતો.આરોપીએ અગાઉ પણ બાઈક ચોરીના ગુનાઓને અંજામ આપ્યો છે કે કેમ એ સહિતની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.પોલીસે આરોપી પાસેથી એક બાઈક પણ કબ્જે કરી છે.
Latest Stories