અંકલેશ્વર: યુવાનને 5 લાખની લોન અપાવવાના બહાને રૂ.5 હજારની છેતરપીંડી કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ

કોસમડી ગામના અતુલ વિજયરાવ રાઉતને રૂપિયાની જરૂર હોવાથી ફેસબુક ઉપર શ્રીરામ ફાઇનાન્સમાં લોન મળી જશે તેવી જાહેરાત જોતા તેઓએ સંપર્ક કર્યો હતો...

New Update
Loan Fraud
અંકલેશ્વરના કોસમડી ગામના યોગી નગર ખાતે રહેતા યુવાનને 5 લાખની લોન આપવાની લાલચ આપી 5 હજારથી વધુની રકમની છેતરપીંડી કરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વરના કોસમડી ગામના યોગી નગરમાં રહેતા અતુલ વિજયરાવ રાઉતના સગા ભાઈના લગ્ન હોવાથી રૂપિયાની જરૂર હોવાથી ફેસબુક ઉપર શ્રીરામ ફાઇનાન્સમાં લોન મળી જશે તેવી જાહેરાત જોતા તેઓએ સંપર્ક કર્યો હતો.મોબાઈલ ધારકે અતુલ રાઉતને વિશ્વાસમાં લઈ જરૂરી દસ્તાવેજો વોટ્સએપમાં માંગી પ્રોસેસિંગ ફી તરીકે 5500 મેળવ્યા હતા. જે બાદ રૂપિયા તેઓના એકાઉન્ટમાં જમા નહિ થતા તેઓએ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથક ખાતે સાયબર ક્રાઈમ મ્યુલ એકાઉન્ટ અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગુનો નોંધી ગડખોલ પાટિયા સ્થિત વીપીન પાર્ક ખાતે રહેતો નિમેષ વાળંદને ઝડપી પાડ્યો હતો.
Latest Stories