અંકલેશ્વર: ઓપરેશન મ્યુલ હંટ હેઠળ રૂ.9.50 લાખનું સાયબર ફ્રોડ આચરનાર ટોળકી એક સાગરીતની પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વરના જીતાલીના યુવાને પોતાનું એકાઉન્ટ સાયબર ચિટિંગના રૂ.9.50 લાખ નાખવા કમિશનથી આપવા બદલ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી....

New Update
  • અંકલેશ્વર શહેર પોલીસને મળી સફળતા

  • મ્યુલ એકાઉન્ટ દ્વારા રૂ.9.50 લાખની છેતરપિંડી આચરાય

  • એકાઉન્ટ ભાડે આપનાર યુવાનની ધરપકડ

  • કમિશનની લાલચમાં એકાઉન્ટ ભાડે અપાયું હતું

  • 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા 

સમન્વય પોર્ટલ પર સાયબર ક્રાઇમની ફ્રોડ એકટીવીટી માટે ઉપયોગ થયેલ એકાઉન્ટના ડેટા વિશ્લેષણ અંક્લેશ્વર શહેર એ ડિવીઝનના ASI અમરસિંગ કરી રહ્યા હતા. મ્યુલ એકાઉન્ટ હોલ્ડરોની મળેલ માહિતી આધારે તપાસ કરતા. અંક્લેશ્વર શાખાના યસ બેંકના એજન્ટ સિદ્દીક ઉર્ફે ઉંમર બેલીમના એકાઉન્ટમાં સાયબર ચિટિંગના 9.50 લાખ જમા થયા હોવાની માહિતી મળી હતી. જીતાલીની ડ્રિમસિટીમાં રહેતા આરોપીની ધરપકડ કરાઈ હતી. 
આરોપીએ માહિતી આપી હતી કે, એક વર્ષ પહેલા જુમ્માની નમાજ પઢવા માટે દઢાલ જીતાલી રોડ ઉપર આવેલ મસ્જિદમાં ગયો હતો. તે સમયે તેને તેનો મિત્ર દઢાલ સનસીટીમાં રહેતો શમશેર ઉર્ફે છોટુ મુમતાજ અલી મળ્યો હતો. જેને ચિટિંગની રકમના 10 લાખ આવવાના હોય સિદ્દીકનું યશ બેંકનું એકાઉન્ટ આ રૂપિયા જમા કરાવવા 30000 કમિશન આપવાનું કહી લીધું હતું.
જોકે મિત્ર શમશેર એ 9.50 લાખ સિદીકે ટ્રાન્સફર કર્યા બાદ કમિશન આપ્યું ન હતું અને સલામત રીતે આ નાણાં તેના બેક એકાઉન્ટમાંથી કાઢવા ઉધનાના મિત્ર મોહંમદ નાઝીરનો સંપર્ક કરી ત્રણ લાખ તેને આપી બાકીની રકમ શમશેરે પોતે મેળવી ખર્ચી નાખી હતી. NCCPR પોર્ટલ પર બેંગ્લોરમાં થયેલી આ સાયબર ચિટિંગની અરજી આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ત્રણેય મિત્રો સામે ગુનો દાખલ કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી હતી.
Latest Stories