New Update
/connect-gujarat/media/media_files/2025/08/02/godrej-industries-2025-08-02-18-55-58.jpg)
ભરૂચના વાલિયાની ગોદરેજ કંપનીના આસીસ્ટન્ટ મેનેજરે કંપની સાથે કરી 12.62 કરોડની છેતરપીંડી કરતા ચકચાર મચી જવા પામી છે. અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં રહેતા અને વાલિયાની ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં યુનિટ હેડ આસીસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવતા સુબિશ સુરેન્દ્રન નાયરે વાલિયા પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર ભરૂચના સ્ટેશન રોડ પાછળ ક્રિષ્ના નગરમાં રહેતો અને કંપનીમાં આસીસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતો શૈલેષકુમાર મહેતા દ્વારા 7 જેટલા કેમિકલ મટીરીયલ્સની ગુણવત્તા ચકાસણીની પ્રક્રિયા વિના મટીરીયલ્સની સ્ક્રેપમાં ગણતરી મટીરીયલ્સ વેલ્યુ કુલ 17.30 કરોડને બદલે કંપનીને 4.68 કરોડ મેળવી પોતે મટીરીયલ્સ ખરીદનારને વેચાણ કરી કંપનીને 12.62 કરોડનો લોશ જવડાવી કંપનીના પ્રોપર ડેટા એન્ટ્રી નહીં કરી છેતરપીંડી કરતા વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Latest Stories