અંકલેશ્વર: GIDCની આદર્શ નિવાસી શાળામાં પોલીસ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે સેમિનાર યોજાયો, કાયદાની આપવામાં આવી સમજ

આદર્શ નિવાસી શાળા ખાતે વુમન્સ અવેરનેસ સેમિનારમાં મહિલા PSI વૈશાલી આહીરે મહિલાઓને લગતા વિવિધ કાયદાઓ અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું

New Update
  • અંકલેશ્વર જીઆઈડીસીમાં કરાયુ આયોજન

  • આદર્શ નિવાસી શાળામાં આયોજન

  • જન જાગૃતિ સેમિનાર યોજાયો

  • પોલીસ વિભાગ દ્વારા આયોજન

  • વિદ્યાર્થીઓને અપાયું માર્ગદર્શન

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ આદર્શ નિવાસી શાળા ખાતે વુમન્સ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા PSI વૈશાલી આહીરે મહિલાઓને લગતા વિવિધ કાયદાઓ અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
ભારત સરકારે દેશભરમાં મહિલાઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે નોંધપાત્ર પગલું ભર્યું છે. ગુજરાત રાજ્યમાં પણ મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે પોલીસ વિભાગ સતર્ક બન્યું છે ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ આદર્શ નિવાસી શાળા ખાતે  વિદ્યાર્થીઓ માટે વુમન્સ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહિલા PSI વૈશાલી આહીરે મહિલાઓને લગતા વિવિધ કાયદાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. મહિલાઓની સેફટી અને સાયબર ક્રાઇમ અવેરનેસ વિષય ઉપર પણ વિદ્યાર્થિઓ સાથે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. મહિલાઓ માટે સુરક્ષિત અને સશક્ત વાતાવરણ ઊભું કરવા કાયદાના અમલીકરણ, હેલ્પલાઈન, પુનર્વસન અને માનસિક સ્વાસ્થ્ય સહાયતાને સંકલિત કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો
Latest Stories