ભરૂચ: NH 48 પર મુલદ નજીક ટેમ્પામાં ગેરકાયદેસર રીતે લઈ જવાતા 29 પાડાને પોલીસે મુક્ત કરાવ્યા, રૂ.12.90 લાખનો મુદ્દામાલ જપ્ત

ટેમ્પો ચાલક ટેમ્પો સ્થળ ઉપર મુકીને નાશી ગયો હતો. પોલીસે ૨૯ પાડા સહિત ટેમ્પો મળી કુલ રૂપિયા ૧૨.૯૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

New Update
bharuch police
ભરૂચના કવિઠા ખાતે રહેતા વિક્રમ ભરવાડે ઝઘડિયા પોલીસમાં લખાવેલ ફરિયાદ અનુસાર તેમને માહિતી મળી હતી કે એક ટેમ્પો પશુઓ ભરીને ભરૂચથી અંકલેશ્વર તરફ જનાર છે. ત્યારબાદ તેમણે બીજા લોકો સાથે મળીને નેશનલ હાઇવે પર ઉભેલ ટેમ્પોમાં તપાસ કરતા તેમાં ખીચોખીચ પાડા બાંધેલ હોવાનું જણાયું હતું.
આ બાબતે ઝઘડિયા પોલીસને જાણ કરાતા ઝઘડિયા પી.આઇ.કે.વી. લાકોડે ટીમ સાથે સ્થળ પર જઇને ટેમ્પોમાં તપાસ કરતા તેમાં ૨૯ પાડા ખીચોખીચ દોરીથી બાંધીને તેમને માટે ખાવાનો ઘાસચારો કે પાણીની સગવડ વિના બાંધેલા હોવાનું જણાયું હતું.આ દરમિયાન ટેમ્પો ચાલક ટેમ્પો સ્થળ ઉપર મુકીને નાશી ગયો હતો. પોલીસે ૨૯ પાડા સહિત ટેમ્પો મળી કુલ રૂપિયા ૧૨.૯૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories