New Update
અંકલેશ્વર નજીક એક્સપ્રેસ હાઇવેનો વિડીયો વાયરલ
પરવાનગી વગર કરાયુ હતું પ્રી વેડિંગ શૂટ
કાર અને બુલેટ સાથે સીન સપાટા કરાયા હતા
6 શખ્સો સામે પોલીસે ગુનો દાખલ કર્યો
કુલ 4 આરોપીઓની ધરપકડ
ભરૂચ–અંકલેશ્વર ભારતમાલા નવી દિલ્હી–મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર પ્રિ-વેડીંગ વિડિયો શૂટિંગના બહાને જાહેર માર્ગ પર જોખમી રીતે વાહન ચલાવી લોકોને જોખમમાં મૂકવાના મામલે સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોના આધારે અંકલેશ્વર રૂરલ પોલીસે 6 શખ્સો સામે ગુનો નોંધી 4 શખ્સોની ધરપકડ કરી છે.
અંકલેશ્વર તાલુકાના પુનગામ નજીક કેબલ બ્રિજ પર એક બુલેટ અને ચાર ફોર વ્હીલ વાહનોને પુરઝડપે તથા ગફલતભરી રીતે ચલાવવામાં આવ્યા હતા. રોડની વચ્ચે વાહનો ઉભા રાખી ટ્રાફિકમાં અડચણ ઊભી કરી પ્રિ-વેડીંગ રીલ્સ બનાવવામાં આવી હતી, જે બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
આ ઘટનાના વાયરલ વિડિયો પરથી તપાસ કરતા ભરૂચ શેરપુરાના બુલેટ ચાલક મોહમદ ફૈઝાન મોહમદ સિદ્દિક નાખુદા હોવાનુ બહાર આવ્યુ હતુ. પ્રિ-વેડીંગ શૂટિંગ માટે ઉપયોગમાં લેવાયેલી ફોર વ્હીલ ગાડીઓ ભરૂચના તુફેલ ગુલામ પટેલ, સુફીયાન ઉસ્માન મન્સુરી, અયાઝ સાદીક મનિહાર અને સાહીલ ઇકબાલ રાજ દ્વારા ચલાવવામાં આવી હોવાનું તપાસમાં જણાયુ છે. જ્યારે વિડિયો શૂટિંગ ટી.કે. મૂવમેન્ટ સ્ટુડિયોમાં કામ કરતા રીયાઝ ઘાંચી દ્વારા કરવામાં આવ્યુ હોવાનુ સામે આવ્યુ છે.
સોશિયલ મીડિયામાં વાયરલ વિડિઓના આધારે અંકલેશ્વર રૂરલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસે બુલેટ ચાલક મોહમદ ફૈઝાન મોહમદ સિદ્દિક નાખુદા,તુફેલ ગુલામ પટેલ, સુફીયાન ઉસ્માન મન્સુરી અને રિયાઝ ઘાંચીની ધરપકડ કરી તેઓને કાયદાનું ભણ કરાવ્યું હતું.
Latest Stories