/connect-gujarat/media/media_files/2025/11/07/vahiyal-village-2025-11-07-13-34-09.jpg)
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વહિયાલ ગામે ચાલતા જુગારધામ પર વાગરા પોલીસે સફળ રેડ પાડીને 4 શખ્સોની અટકાયત કરી હતી. પોલીસે તેમની પાસેથી રોકડ રકમ સહિત કુલ 10,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ભરૂચ જિલ્લાના વાગરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી.ફુલતરીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ વાગરા પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે વહિયાલ ગામે તળાવની પાળ પાસે બાવળની ઝાડીઓમાં જુગાર રમાતો હોવાની માહિતી મળી હતી. પોલીસે તુરંત બાતમીવાળી જગ્યા પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન, પત્તા-પાના વડે હાર-જીતનો જુગાર રમી રહેલા 4 ઈસમોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
ઝડપાયેલા ચારેય આરોપીઓ પાસેથી પોલીસે રોકડ રકમ સહિત કુલ 10,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે જ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.