ભરૂચ : અંકલેશ્વરમાં સ્પાની આડમાં ચાલતા દેહ વેપાર પર પોલીસની રેડ,છ યુવતીઓને કરાવી મુક્ત,મહિલા સંચાલિકા વોન્ટેડ

અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પાસે આવેલ સિગ્નેચર શોપિંગ સેન્ટરમાં રોઝ સ્પામાં મસાજની આડમાં દેહવેપાર કરવામાં આવતો હોવાની બાતમી ભરૂચ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ શાખાને મળી હતી

New Update
  • સ્પાની આડમાં દેહવેપારનો પર્દાફાશ

  • રોઝ સ્પામાં ચાલતો હતો દેહ વેપાર

  • પોલીસે ડમી ગ્રાહક મોકલીને કરી રેડ

  • સ્પામાંથી છ યુવતીઓને કરાઈ મુક્ત

  • મેનેજરની અટકાયત,મહિલા સંચાલિકા વોન્ટેડ 

 ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના મહાવીર ટર્નિગ પાસે આવેલ સિગ્નેચર શોપિંગમાં સ્પાની આડમાં ચાલતા દેહવેપારનો પોલીસે પર્દાફાશ કર્યો હતો,અને છ યુવતીઓને મુક્ત કરાવી હતી,જ્યારે સ્પાના મેનેજરની અટકાયત કરીને સ્પાની મહિલા સંચાલિકાને વોન્ટેડ જાહેર કરી હતી.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પાસે આવેલ સિગ્નેચર શોપિંગ સેન્ટરમાં રોઝ સ્પામાં મસાજની આડમાં દેહવેપાર કરવામાં આવતો હોવાની બાતમી ભરૂચ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ શાખાને મળી હતી.જે ચોક્કસ બાતમીને આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલીને દેહવેપારનો પર્દાફાશ કર્યો હતો.અને છ યુવતીઓને નોટીસ આપીને મુક્ત કરાવી હતી.

જ્યારે સ્પામાં મેનેજર તરીકે ફરજ બજાવતા વાસુ વકતારામની પોલીસે અટકાયત કરી હતી,અને રોકડા રૂપિયા તેમજ મોબાઈલ મળીને કુલ રૂપિયા 11 હજાર 500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો,આ ઉપરાંત પોલીસે રોઝ સ્પાની મહિલા સંચાલિકા અનિતાસિંહ રામબરનને વોન્ટેડ જાહેર કરી હતી.તેમજ આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દર્જ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Latest Stories