New Update
/connect-gujarat/media/media_files/RO3SYmAeAdhaere0Y03h.png)
ભરૂચમાં સી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મી નર્મદા મૈયા બ્રિજ પર ફરજ બજાવવા જતા તેમની બાઇક ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ભરૂચમાં સી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મી ગુલાબસિંગ ભારજી વસાવાએ-તેમની બાઇક ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ગત તારીખ 24 7 24 ના રોજ સાંજના સમયે તેમને પોલીસ સ્ટેશનના પીએસઓનો ફોન આવ્યો હોય કે નર્મદા મૈયા બ્રિજ પર તેઓને ટ્રાફિક નિયમન માટે ફરજ પર જવાનું છે આથી તેઓ બાઈક લઈને નર્મદા મૈયા બ્રિજ પર ટ્રાફિક નિયમનની કામગીરી માટે ગયા હતા અને તેમની બાઈક ભરૂચ અંકલેશ્વર બ્રિજના કટ પાસે ખુલ્લી જગ્યામાં પાર્ક કરી હતી જો કે ફરજ પૂર્ણ કર્યા બાદ તેઓ પર જતા તેમની બાઈક મળી આવી ન હતી આથી તેઓએ તેમને બાઇક ચોરી અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
Related Articles
Latest Stories