ભરૂચ : જંબુસરમાં પોલીસ પરિવાર દ્વારા નવનિર્મિત હનુમાનજી મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

ભરૂચ જિલ્લાના જંબુસર નગર સ્થિત પોલીસ લાઈન ખાતે વિભાગીય પોલીસ અધિક્ષક પી.એલ.ચૌધરી તથા જંબુસર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી.પાણમિયાના માર્ગદર્શન હેઠળ હનુમાનજીના મંદિરનું ભવ્ય નિર્માણ કરવામા આવ્યુ છે,

New Update

ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે પોલીસ પરિવાર દ્વારા નવનિર્મિત હનુમાનજી મંદિરની આનંદ ઉલ્લાસ તથા ભક્તિભાવ પૂર્વક પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાના જંબુસર નગર સ્થિત પોલીસ લાઈન ખાતે વિભાગીય પોલીસ અધિક્ષક પી.એલ.ચૌધરી તથા જંબુસર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી.પાણમિયાના માર્ગદર્શન હેઠળ હનુમાનજીના મંદિરનું ભવ્ય નિર્માણ કરવામા આવ્યુ છેત્યારે આ મંદિરના નિર્માણમાં જંબુસર પોલીસ મથકનો સ્ટાફ ઉમંગભેર કરેલ કામગીરીના પગલે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યો હતો. પ્રાણપ્રતિષ્ઠાને અનુલક્ષીને શોભાયાત્રાયજ્ઞ-હવનલોકડાયરા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડાતાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલમાજી ધારાસભ્ય છત્રસિંહ મોરીતાલુકા ભાજપ પ્રમુખ બાલુ ગોહિલતાલુકા ભાજપ મહામંત્રી બળવંતસિંહ પઢીયારમાજી ધારાસભ્ય સંજય સોલંકીએપીએમસી ડિરેક્ટર હરદીપસિંહ પરમારભાજપ જીલ્લા કિસાન સંઘ અગ્રણી કુલદીપસિંહ યાદવ સહિત નગર તથા તાલુકાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories