New Update
ભરૂચમાં જંબુસરના નોબાર ગામનો બનાવ
મકાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો
તસ્કરોએ ત્રાટકી ચોરીના ગુનાને આપ્યો અંજામ
રૂ.1.72 લાખના માલમત્તાની ચોરી
જંબુસર પોલીસે તપાસ શરૂ કરી
ભરૂચના જંબુસર તાલુકાના નોબાર ગામે મકાનને નિશાન બનાવી તસ્કરો રૂપિયા 1.72 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ભરૂચના જંબુસર તાલુકાના નોબાર ગામના વાડી વિસ્તારમાં મોડી રાતે ચોરીની ઘટના બની હતી. ચોર ટોળકીએ મુસ્તાક સિંધાના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને રોકડ રકમ તેમજ સોનાં-ચાંદીના દાગીનાં મળી કુલ 1 લાખ 72 હજારના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.ઘટનાની જાણ થતાં જ જંબુસર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ચોર ટોળકીને પકડવા ડોગ સ્ક્વોડ તેમજ FSL ટીમની મદદ લેવામાં આવી રહી છે. પોલીસે ઘટનાની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Latest Stories