ભરૂચ: આત્મીય ધામમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો હરિપ્રબોધન જૂથ દ્વારા વિરોધ

ભરૂચ યોગી ડિવાઇન સોસાયટી હરિપ્રબોધન જૂથ વતી કલેકટરને આવેદનપત્ર પાઠવી પ્રેમસ્વામીના જૂથ દ્વારા ચાલી રહેલ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે

New Update
IMG

ભરૂચ યોગી ડિવાઇન સોસાયટી હરિપ્રબોધન જૂથ વતી કલેકટરને આવેદનપત્ર પાઠવી પ્રેમસ્વામીના જૂથ દ્વારા ચાલી રહેલ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે

ભરૂચ યોગી ડિવાઇન સોસાયટી હરિપ્રબોધન જૂથ વતી કલેકટરને પાઠવાયેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર છેલ્લા ચાર પાંચ દિવસથી આત્મીય સંસ્કારધામ, ભરૂચના મુખ્ય મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યા છે.તારીખ ૦૧/૦૮/૨૦૨૪ ગુરુવાર ના રોજ  યોગી ડીવાઈન સોસાયટી ભરૂચ મંદિર ટ્રસ્ટ દ્વારા ભરૂચ આત્મીય સંસ્કાર ધામ ખાતે મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખેલ છે જેમાં પ્રેમસ્વામીની મૂર્તિ પધરાવવા જઈ રહ્યા છે.આ મૂર્તિ પ્રતિષ્ઠા ના કાર્યક્રમમાં અમો પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તોનો વિરોધ છે.
હરિપ્રસાદસ્વામીજીના સ્વધામ ગમન બાદ આધ્યાત્મિક વારસદારની મૂર્તિ સંસ્થાના પ્રમુખ મનસ્વી રીતે પધરાવે તો એ ગેરબંધારણીય છે.યોગી ડિવાઇન સોસાયટી, હરિધામ સોખડાના તમામ ટ્રસ્ટ ના હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટમાં કેસ ચાલુ છે. તેમાં પ્રમુખ તરીકે વર્ણવેલ પ્રેમસ્વામી નો પણ ચેરિટીમાં વિવાદિત પ્રમુખનો કેસ છે જેનો ઉકેલ હજુ આવેલ નથી આથી યોગી ડીવાઈન સોસાયટી, પ્રેમસ્વામી જૂથ દ્વારા આ પ્રકારની હરિભક્તો ની આસ્થાને ઠેસ પોહચડનારી પ્રવૃતિનો ધર્મના હિત માટે  હરી પ્રબોધમ જૂથ દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો
Latest Stories