ભરૂચ: પરીએજ ગામ નજીક ભૂખી ખાડીમાંથી અજગરનું કરાયુ રેસ્ક્યુ, ગ્રામજનોએ લીધો હાશકારો

પરીએજ ગામ નજીક ભૂખી ખાડીમાં અજગર માછલી પકડવા માટે બાંધવામાં આવેલી જાળમાં ફસાઈ ગયો હતો. આસપાસના લોકોની નજર પડતાં તરત જ વન વિભાગને જાણ કરવામાં આવી હતી

New Update
Python rescued
ભરૂચ તાલુકાના પાલેજ માર્ગ પર આવેલા પરીએજ ગામની સીમમાં આવેલી ભૂખી ખાડીમાંથી એક વિશાળ અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અજગર માછલી પકડવા માટે બાંધવામાં આવેલી જાળમાં ફસાઈ ગયો હતો. આસપાસના લોકોની નજર પડતાં તરત જ વન વિભાગને જાણ કરવામાં આવી હતી.વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
Latest Stories