ભરૂચ રેલવે સ્ટેશનની હદમાં આવેલ સંજાલી રેલવે સ્ટેશન પાસે હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી રેલવે SOG પોલીસે 10.024 કિલો ગ્રામ બિનવારસી ગાંજાનો જથ્થો મળી રૂ. 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પશ્ચિમ રેલવે વડોદરા SOGના પી.એસ.આઇ. ડી.ડી.વણકરના માર્ગદર્શન મુજબ વડોદરા કેમ્પના સુરતના હેડ કોન્સ્ટેબલ સહિત સ્ટાફ હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન સંજાલી સ્ટેશન પસાર થયા બાદ રિઝર્વેશન કોચ અને જનરલ કોચના કોરિડોરમાં એક બેગ શંકાસ્પદ હાલતમાં પડેલ હતું.
જે બેગમાં તપાસ કરતા તેમાંથી 10.024 કિલો ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ. 1 લાખથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો જપ્ત કરી ભરૂચ રેલવે પોલીસ મથકમાં NDPS એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.