અંકલેશ્વર તાલુકાના રેશન ડીલરો પડતર પ્રશ્ને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા, તંત્રવાહકોને કરી રજૂઆત...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના રેશન ડીલરો પડતર પ્રશ્ને હડતાળ પર ઉતરી ચાલુ મહિને અનાજનો જથ્થો નહીં સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી છે.

New Update

તાલુકાના રેશન ડીલરો દ્વારા પડતર પ્રશ્ને હડતાળ

વારંવાર સરકારને લેખિત-મૌખિક રજૂઆત કરાય

દુકાનદારોએ મામલતદાર કચેરીએ આવેદન આપ્યું

અનાજનો જથ્થો નહીં સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી

વહેલી તકે પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના રેશન ડીલરો પડતર પ્રશ્ને હડતાળ પર ઉતરી ચાલુ મહિને અનાજનો જથ્થો નહીં સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી છે.

ભરૂચ જિલ્લામાં સસ્તા અનાજની દુકાનદારોનું પડતર માંગણીઓ મુદ્દે અંકલેશ્વર તાલુકાના દુકાનદારોએ ભેગા થઇ અંકલેશ્વર મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં ઓક્ટોબર 2024નો જથ્થો ઉપાડચલન પેઇડ કેવિતરણ નહીં કરવા અંગે અંકલેશ્વર તાલુકાના દુકાનદારોએ તંત્રવાહકોને રજૂઆત કરી છે. આવેદન પત્રમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યમાં રેશન ડીલરોના પડતર પ્રશ્નો અંગે રાજ્યના બન્ને એસોસિએશન તરફથી વારંવાર સરકારને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છેપરંતુ હજી સુધી કોઈ યોગ્ય ઉકેલ ન આવતા દુકાનદારો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. 3

સરકારના સુધારેલ પરિપત્રમાં ઉમેરાયેલ પૈકી શરત નં. 7થી જે રેશન ડીલરોને ત્યાં બાયોમેટ્રિકથી વિતરણની ટકાવારી 97 ટકા થાય તો જ રૂ. 20 હજાર મિનિમમ કમિશનની પાત્રતા ગણાશે. જેના કારણે ગુજરાતમાં કેટલાક રેશન ડીલરો મિનિમમ રૂ. 20 હજારનું કમિશન દર માસે પ્રાપ્ત કરી શકતા નથી. જેથી રેશન ડીલરો કારમી મોંઘવારીમાં આર્થિક કૃપોષિતતાની કપરી પરિસ્થિતિમાં મુકાયા છે.

#Ankleshwar #strike #ration
Here are a few more articles:
Read the Next Article