ભરૂચ : યુદ્ધની સ્થિતિને લઈને FGSCDAનું રાજ્યભરના કેમિસ્ટ-ડ્રગિસ્ટ્સને જરૂરી દવાઓનો જથ્થો સંગ્રહ કરવા સૂચન...

ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ્સ એસોસિએશન દ્વારા ભરૂચ સહિત રાજ્યભરના દવા વેપારીઓને જરૂરી દવાનો જથ્થો સંગ્રહ કરવા અગત્યની સૂચના આપવામાં આવી

New Update
  • ભારત-પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધની પરિસ્થિતિ સર્જાય

  • યુદ્ધના પગલે સરકારે તાબડતોબ પગલાં ભરવાનું શરૂ કર્યું

  • ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ-ડ્રગિસ્ટ્સ એસો.નો નિર્ણય

  • રાજ્યમાં દવા વેપારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી

  • જરૂરી દવાઓનો જથ્થો સંગ્રહ કરવા અગત્યની સૂચના અપાય

ભારત-પાકિસ્તાન વચ્ચેની સંભવિત યુદ્ધની પરિસ્થિતિને લઈને રાજ્ય સરકારે પણ તાબડતોબ પગલાં ભરવાનું શરૂ કરી દીધું છેત્યારે ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ્સ એસોસિએશન દ્વારા ભરૂચ સહિત રાજ્યભરના દવા વેપારીઓને જરૂરી દવાનો જથ્થો સંગ્રહ કરવા અગત્યની સૂચના આપવામાં આવી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવના મામલે ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ્સ એસોસિયેશન દ્વારા રાજ્યભરના દવા વેપારીઓને અગત્યની સૂચનાઓ આપવામાં આવી છે. દેશની તમામ તબીબી અને આરોગ્યસંબંધિત સેવાઓ સતત ચાલુ રહે તે માટે અને અસાધારણ પરિસ્થિતિઓમાં દવાનો ખાટો ન સર્જાયતે હેતુથી રિટેલ અને હોલસેલ લેવલના કેમિસ્ટોને વધારાનો દવાનો જથ્થો સંગ્રહ કરવા માટે સૂચવવામાં આવ્યું છે.

ફેડરેશન દ્વારા સ્પષ્ટ સૂચના અપાઈ છે કેદરેક જિલ્લામાં રિટેલ લેવલના દવા વેપારીઓએ ઓછામાં ઓછો એકથી બે મહિના માટેનો વધારાનો સ્ટોક રાખવો જોઈએજ્યારે હોલસેલ વેપારીઓએ 2 મહિના કરતાં વધુ સમયનો સ્ટોક જાળવી રાખવો જરૂરી છે. આ સૂચના ચેતવણીના ભાગરૂપે આપવામાં આવી છેઅને સ્થિતિ વધુ ગંભીર બનેતે પૂર્વે જરૂરિયાત મુજબ દવાનો સ્ટોક રાખવો જરૂરી છે. આ અનુસંધાને ભરૂચ મેડિકલ એસોસિએશન દ્વારા પણ તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે.

ભરૂચ અને નર્મદા જિલ્લાના કેમિસ્ટ એસોસિએશનના તમામ સભ્યોને સંઘ તરફથી મળેલા માર્ગદર્શન અનુસારભરૂચના પ્રમુખ ભરત શાહે જણાવ્યું હતું કેભરૂચ અને નર્મદા જીલ્લાના અંદાજીત 1 હજાર જેટલા મેડિકલ દુકાન ચલાવતા અને હોલસેલ વેપારીઓને સૂચના આપવામાં આવી છે.

એટલું જ નહીંલોકોને કોઈપણ જાતની તકલીફ ન થાય તે માટે દવાના મુખ્ય વિતરણ કેન્દ્રો સાથે પણ સંપર્કમાં રહેવામાં આવશે. જેથી કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં દર્દીઓને સમયસર સારવાર મળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

Read the Next Article

ભરૂચ: જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી વાલિયાના 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા

New Update
  • ભરૂચના વાલિયા ખાતે યોજાયો કાર્યક્રમ

  • 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

  • જિલ્લાપંચાયતની ગ્રાન્ટમાંથી ટેન્કર આપવામાં આવ્યા

  • ધારાસભ્ય રિતેશ  રહ્યા ઉપસ્થિત

  • ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પણ આપી હાજરી

ભરૂચની વાલિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા પંચાયતની 15માં નાણાપંચ 10 ટકાની ગ્રાન્ટમાંથી વાલિયા-ડહેલીના સભ્ય અલ્પેશ વસાવા અને શાહીસ્તાબેન કડીવાલાના સમન્વયથી વાલિયા,વટારીયા,કોંઢ,ઘોડા,પણસોલી,હોલા કોતર,મોખડી,દેસાડ,ડહેલી સહિત 9 ગામોને 3500 લીટરની ક્ષમતા ધરાવતા પીવાના પાણીના 9 ટેન્કર મંજુર થયા હતા.જે  ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે સરપંચોને અર્પણ કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મંત્રી જીજ્ઞેશ મિસ્ત્રી,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,ધરમસિંહ વસાવા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ,મહામંત્રી પ્રદીપસિંહ ભરથાણીયા,રતિલાલ વસાવા સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.