શાળાઓમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી
શહેરની આર.એમ.પટેલ વિદ્યાલયમાં કરાઈ ઉજવણી
જીઆઇડીસીની સંસ્કારદીપ વિદ્યાલય દેશભક્તિના રંગે રંગાઈ
ચાણક્ય વિદ્યાલયમાં પણ રાષ્ટ્રધ્વજને આપી સલામી
વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ કરી રજૂ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની આર.એમ.પટેલ વિદ્યાસંકુલ તેમજGIDC વિસ્તાર સ્થિત સંસ્કારદીપ વિદ્યાલય અને ચાણક્ય વિદ્યાલય ખાતે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વર શહેર ખાતેની આર.એમ.પટેલ વિદ્યાસંકુલ ખાતે આઈ.ટી.પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે મહાકુંભ પ્રયાગરાજની રંગોળી બનાવીને શાળા સંકુલની શોભામાં વૃદ્ધિ કરી હતી,આ અવસરે શાળાના ટ્રસ્ટીઓ,શિક્ષકગણ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે અંકલેશ્વર જીઆઇડીસીની સંસ્કારદીપ વિદ્યાલય ખાતે પણ 76માં પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે શાળાની તેજસ્વી વિદ્યાર્થીની શ્રેયા મોદીના પિતા દિવ્યેશ મોદીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું,અને શાળાના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવી હતી.આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી એન.કે.નાવડીયા,ગીતા શ્રીવસ્તન,સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વર જીઆઇડીસીની ચાણક્ય વિદ્યાલય ખાતે ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જેમાં ગુજરાતી માધ્યમમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીની ખુશી પટેલના માતા પિતા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
અને અંગ્રેજી માધ્યમમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ ઋષિલ હિરપરા અને તેમના માતા-પિતા દ્વારા ભારત માતાની પૂજા કરવામાં આવી હતી.વધુમાં ધોરણ 10માં અભ્યાસ કરતા અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમ જેમાં પ્રથમ,દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત પામેલ વિદ્યાર્થીઓનું ટ્રોફી અને ઇનામ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.